ફ્રી GST બિલ અને ઇન્વોઇસ જનરેટર

Trinevia Billing થી તમારી દુકાન કે ધંધાનું બિલ મિનિટોમાં બનાવો. ગ્રાહકનું નામ લખો, માલ અને ભાવ નાખો — GST અને ટોટલ આપમેળે લાગી જાય. PDF ડાઉનલોડ કરો કે સીધું WhatsApp પર મોકલો. ન કોઈ ફી, ન કોઈ એકાઉન્ટ.

બિલ બનાવવાનું શરૂ કરો

ફ્રી · સાઇન-અપ વગર · PDF ડાઉનલોડ · WhatsApp શેર

3 સરળ સ્ટેપમાં બિલ બનાવો

1. ગ્રાહક — ગ્રાહકનું નામ લખો (GSTIN અને સરનામું જોઈએ તો નાખો).

2. માલ — શું વેચ્યું, કેટલું અને કયા ભાવે. CGST/SGST કે IGST આપમેળે લાગે.

3. ડાઉનલોડ — PDF ડાઉનલોડ કરો, પ્રિન્ટ કરો કે ફોનથી WhatsApp પર શેર કરો.

તમારી દુકાનની માહિતી, લોગો, બેંક વિગત અને સહી એક વાર નાખો — દરેક બિલ પર આપમેળે આવે.

શું શું બનાવી શકાય

  • ટેક્સ ઇન્વોઇસ (GST બિલ)
  • બિલ ઓફ સપ્લાય (કમ્પોઝિશન ડીલર માટે)
  • કોટેશન અને એસ્ટિમેટ
  • પ્રોફોર્મા ઇન્વોઇસ
  • ડિલિવરી ચલણ (Original, Duplicate, Triplicate કોપી સાથે)

તમારો ડેટા તમારી પાસે

બધાં બિલ તમારા ફોન કે કમ્પ્યુટરમાં જ સેવ રહે છે, અમારા સર્વર પર કંઈ જતું નથી. એપને હોમ સ્ક્રીન પર ઇન્સ્ટોલ કરી લો તો ઇન્ટરનેટ વગર પણ બિલ બને.

વારંવાર પુછાતા પ્રશ્નો

શું આ ખરેખર ફ્રી છે?

હા. જેટલાં જોઈએ તેટલાં બિલ બનાવો, PDF ડાઉનલોડ કરો — કોઈ ફી નહીં, વોટરમાર્ક નહીં, સાઇન-અપ પણ નહીં.

શું GST નો હિસાબ આપમેળે થાય છે?

હા. ગ્રાહકનું રાજ્ય પસંદ કરો એટલે CGST+SGST કે IGST આપમેળે લાગે. HSN/SAC કોડ અને રકમ શબ્દોમાં પણ છપાય.

GST નંબર વગર બિલ બને?

હા. GSTIN ખાલી રાખો અને ટેક્સ 0% રાખો — સાદું બિલ બની જશે.

મારાં બિલ ક્યાં સેવ થાય છે?

તમારા પોતાના ડિવાઇસમાં. Settings માંથી બેકઅપ ફાઇલ પણ કાઢી શકો.

બીજા દસ્તાવેજ બનાવો

બિલ બનાવવાનું શરૂ કરો